દિલ્હી NCR માં વાયુ પ્રદુષણ નાથવા ગેસ અને ઈંધણથી ચાલતા ઔદ્યોગિક એકમોને બંધ કરવા આદેશ: વાયુ ગુણવત્તા આયોગ
Live TV
-
દિલ્હી એનસીઆરમાં વાયુ ગુણવત્તામાં સુધારો લાવવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. છતાં ઘણા વિસ્તારમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ ગંભીર સ્વરૂપ લઇ રહ્યું છે. ખરાબ વાયુ ગુણવત્તાના પગલે વાયુ ગુણવત્તા આયોગે ગેસ અને ઈંધણથી ચાલતા ઔદ્યોગિક એકમોને વધુ પ્રદુષણ ફેલાવતા બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લંઘન કરનાર ઓદ્યોગિક એકમોને 12 ડિસેમ્બર 2021 સુધી સંચાલન કરવાની પરવાનગી આપવામાં આવશે નહી. ઉલ્લંઘન કરનાર એકમો પર ખાસ નજર રાખવા CQMK -ઉડ્ડયનથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે.
