દિવાળીના તહેવારને લઈ પશ્ચિમ રેલવે 6 વિશેષ ટ્રેનો દોડાવશે
Live TV
-
પશ્ચિમ રેલવેએ દિવાળીના તહેવારોમાં ધ્યાનમાં રાખીને વિવિધ શહેરો માટે છ વિશેષ ટ્રેન દોડાવાનું આયોજન કર્યું છે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓની સુવિધા તથા પ્રવાસી દ્વારા વિશેષ ટ્રેનની માંગને ધ્યાને લઈ છ વિશેષ ટ્રેનો વિશેષ ભાડે ચલાવવામાં આવશે.
જેમાં મુંબઈ સેન્ટ્રલ - નવી દિલ્હી - મુંબઈ સેન્ટ્રલ સુપર ફાસ્ટ એસી ટ્રેન, જે 26 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી દોડશે. બાંદ્રા સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન, બાંદ્રા ટર્મિનસ - ઇન્દોર બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેન, જે બોરીવલી, વાપી, સુરત, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન તથા દેવાસ સ્ટેશને ઊભી રહેશે.
જ્યારે બાંદ્રા ટર્મિનસ ઓખા સાપ્તાહિક સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન અમદાવાદ - દિલ્હી, રોહિલ્લા - અમદાવાદ સાપ્તાહિક ટ્રેન, વડોદરા - રીવા સુપર ફાસ્ટ ટ્રેન દોડશે. આ ટ્રેનનું બુકિંગ છ ઓક્ટોબરથી શરૂ થશે.
