Skip to main content
Settings Settings for Dark

SCની સુનાવણી બાદ 7 રોહિંગ્યા મુસ્લિમોએ જવું પડશે મ્યાનમાર 

Live TV

X
  • ભારતમાંથી સાત રોહિગ્યાને મ્યાનમાર મોકલવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. રોહિંગ્યાને રોકવાની અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી દીધી છે. વરિષ્ઠ વકીલ પ્રશાત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી કરી હતી. પ્રશાત ભૂષણની અરજી પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી કરી હતી. 

    કેન્દ્ર સરકાર બેન્ચને જણાવ્યું હતું કે, સાત રોહિંગ્યા 2012માં ભારતમાં ઘૂસ્યા હતા અને તેમને ફોરેન એક્ટ પ્રમાણે દોષિત માન્યા હતા. કેન્દ્રએ કહ્યું હતું કે, મ્યાનમારે રોહિંગ્યાને પોતાના નાગરિક માની લીધા છે અને તેમને પાછા લેવા તૈયાર છે. અન્ય એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટ ગુજરાતના સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટને રાહત આપી નથી. 

    કોર્ટ 20 વર્ષ જૂના ડ્રગ્સના મામલામાં એક વકીલને ખોટી રીતે ફસાવવાના આરોપમાં ચાલી રહેલી તપાસમાં દખલ આપવાથી ઇન્કાર કર્યો હતો. સુપ્રીમે કહ્યું કે તે હાઇકોર્ટમાં જઈ શકે છે. આ મામલે સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટે અરજી દાખલ કરી હતી. સંજીવ ભટ્ટ પાંચ સપ્ટેમ્બરથી જેલમાં છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply