Skip to main content
Settings Settings for Dark

દીપ, મીણબત્તી, ફ્લેશ લાઈટ દ્વારા દેશ આજે રાત્રે એકતા બતાવશે

Live TV

X
  • દેશવાસીઓ કોરોના વાયરસને પરાજીત કરવા માટે એકતાની શક્તિનો પરચો બતાવશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર દેશવાસીઓ આજે રાતે નવ કલાકે / નવ મિનિટ સુધી પોતાના ઘરની લાઈટો બંધ રાખશે. તેમજ દીપ, મીણબત્તી કે મોબાઈલ ફ્લેશ લાઈટ દ્વારા કોરોના વાઈરસને પરાજીત કરવા માટે દેશની એકતાની શક્તિનો પરચો બતાવશે. એક વિડીયો સંદેશમાં પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણે પ્રકાશની મહાશક્તિનો અનુભવ ગ્રહણ કરીશું અને એકતાના તે ઉદ્દેશ્યને ઝગમગાવીશું, જેના માટે આપણે લડી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી દ્વારા ઉત્પન્ન થયેલાં અંધકારમાંથી બહાર નીકળવા માટે આપણે નિરંતર પ્રકાશ અને આશાઓ તરફ આગળ વધવાનું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ઉલ્લેખ કર્યો હતો કે, લોકડાઉનનાં કારણે આપણે આપણા ઘરોમાં સિમિત થઈ ગયાં છે.પરંતુ એમાંથી કોઈ એકલું નથી.130 કરોડ દેશવાસીઓની સામુહિક શક્તિ આપણી સાથે છે જે આપણી સૌની તાકત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે, દીપ પ્રગટાવતી સમયે એક બીજા સાથે સમાંતર અંતર જાળવવું. ઘરની અંદર રહેવું અને સમુહમાં ભેગા ન થવું. આજે રાતે 9 કલાકે / 9 મીનીટ સુધી દિવો, મીણબત્તી કે, મોબાઈલની ફ્લેશલાઈટ કરવા દરમિયાન હાથમાં સેનેટાઈઝનો ઉપયોગ ન કરવાની પણ પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી છે કારણ કે તે જ્વલનશીલ હોવાથી તરત આગ પકડી લે છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply