Skip to main content
Settings Settings for Dark

દુનિયાના અન્ય દેશોની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થા મજબૂતઃ નાણામંત્રી

Live TV

X
  • નાણાંમંત્રીએ કહ્યું હતું કે, લિક્વિડિટી વધારવા માટે પ્બલિક સેક્ટર બેન્કોને 70 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે.

    નાણાં મંત્રાલય દ્વારા આજે એક પત્રકાર પરિષદ કરીને દેશની આર્થિક સ્થિતિ અંગેનો ચિતાર આપવામાં આવ્યો હતો. નાણા મંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, દુનિયાના અન્ય દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે. અન્ય દેશોની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થા ઘણી મજબુત છે. ભારતમાં વર્તાઈ રહેલી આર્થિક મંદી માટે તેમણે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને કારણભૂત ગણાવ્યું હતું. અને જણાવ્યું હતું કે, યુએસ અને ચીન કરતાં ભારતનો ગ્રોથ સારો છે. 

    નાણામંત્રીએ જણાવ્યું હતું કે, અમે સતત ટેક્સની પ્રક્રિયામા સુધારો કરી રહ્યાં છીએ અને દેશમાં જીએસટીની પ્રક્રિયા સરળ બનાવી દેવામાં આવી છે. ભારતમાં હવે વેપાર કરવો વધારે સરળ બન્યો છે. તો આ સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે કેપિટલ ગેઈન પરનો સરચાર્જ નાબુદ કરવાની જાહેરાત કરી હતી તેમજ એફપીઆઈના સરચાર્જમાંથી છુટકારો આપવાની પણ વાત કરી હતી. નાણામંત્રીએ દેશમાં આર્થિક સુધાર માટે સતત કામ કરી રહ્યાં હોવાનું પણ જણાવ્યું હતું. નાણાંમંત્રીએ કહ્યું હતું કે, લિક્વિડિટી વધારવા માટે પ્બલિક સેક્ટર બેન્કોને 70 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. સંપત્તિ ગિરવે મુકીને લોન લેનારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે બેન્કોને ચોક્કસપણે લોન ક્લોઝરના દસ્તાવેજો 15 દિવસમાં પાછા આપવા પડશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply