ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીનું નિધન
Live TV
-
લાંબા સમયથી હતા બિમાર .એઈમ્સમાં સારવાર દરમિયાન આજે 12 કલાક અને 7 મિનીટે લીધા અંતિમ શ્વાસ.
ભૂતપૂર્વ કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીનું આજે અવસાન થયું છે. ભાજપના આ અગ્રણી નેતાને છેલ્લા ધણા દિવસથી એઈમ્સમાં દાખલ કરાયા હતા. તેમણે આજે બપોરે 12 કલાકને સાત મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો. નવમી ઓગસ્ટના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં સારવાર અર્થે એઈમ્સમાં ખસેડ્યા હતા. છેલ્લા ચાર દિવસથી તેમને વેન્ટિલેટર ઉપર રખાયા હતા. અરૂણ જેટલીના નિધનના સમાચાર મળતાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમનો હૈદરાબાદનો પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પરત આવશે.
