દુનિયાભરના નેતાઓએ પીએમ મોદીને શાનદાર જીત બદલ પાઠવી શુભકામના
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ, રશિયાના રાષ્ટ્રપતિ, જાપાનના પ્રધાનમંત્રી, ઇઝરાયેલના પ્રધાનમંત્રી અને ચીનના રાષ્ટ્રપતિએ પાઠવ્યા અભિનંદન
લોકસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતથી દેશ સહિત વિશ્વભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે. વિશ્વભરના નેતાઓએ પીએમ મોદીને ઐતિહાસિક જીત માટે અભિનંદન પાઠવ્યા છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન, જાપાનના પ્રધાનમંત્રી શિંગે આબેએ પીએમ નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા પાઠવી હતી. જ્યારે ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ હિન્દીમાં ટ્વીટ કરી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે , શ્રીલંકાના પ્રધાનમંત્રી અને નેપાળના પ્રધાનમંત્રીએ પણ ટેલિફોનિક વાતચીત દ્વારા મોદીને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે અમેરિકાના ટ્રમ્પે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
