દેવ દેવાળી, ગુરુનાનક જયંતિ અને કારતકી પૂર્ણિમાની ઉજવણી
Live TV
-
ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ગુરુનાનક જંયતિ પૂરી ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાઈ રહી છે. શીખ ધર્મના સંસ્થાપક શીખોના પ્રથમ ગુરૂ ગુરૂનાનકજીના જન્મના ઉપલક્ષમાં દર વર્ષે ગુરૂનાનક જયંતી ઉજવાય છે.
આજે તહેવારોનો ત્રિવેણી સંગમ છે.આજે દેવ દેવાળી, ગુરુનાનાક જયંતિ અને કારતકી પૂર્ણિમાની ઉજવણી થશે-દેવ દેવાળી નિમિત્તિ મંદિરોમાં અન્નકૂટ યોજાશે.ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ગુરુનાનક જંયતિ પૂરી ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાઈ રહી છે. શીખ ધર્મના સંસ્થાપક શીખોના પ્રથમ ગુરૂ ગુરૂનાનકજીના જન્મના ઉપલક્ષમાં દર વર્ષે ગુરૂનાનક જયંતી ઉજવાય છે. આ વર્ષે ગુરૂનાનકજીના 550મી જંયતી ઉજવાઈ રહી છે. દેશભરમાં અનેક કાર્યક્રમો આયોજિત થયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂનાનક જંયતિની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું છે કે, ગુરૂનાનક દેવજીના જીવન અને શિક્ષકને યાદ કરતાં હુ શીખ સમૂહદાય સહિત તમામ નાગરિકોને આ પવિત્ર અવસરે શુભકામના પાઠવું છું. ગુરૂનાનકજીનું જીવન અમોને પ્રેમ અને સદભાવનાનું શિક્ષણ આપે છે. તેમણે આપણને એક ઓમ કાર સતનામ મંત્ર સતનામ મંત્ર આપ્યો જેનો અર્થ છે કે ઈશ્વર કેવલ એક છે
આજે દેવ દિવાળી અને કારતકી પૂનમ છે માનવામાં આવે છે કે આજે દેવ દિવાળી દિવાળી તહેવાર પૈકીનું છેલ્લો દિવસ મનાય છે અને આ દેવદિવાળીના પગલે શ્રદ્ધાળુઓ વિવિધ દેવાલયોમાં દર્શનાર્થે જતા હોય છે જેને લઇ ગુજરાતના દેવાલય આજે મેળાવડો જોવા મળી રહ્યો છે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ચાચર ચોકમાં પણ મેળાવડો જામતા સમગ્ર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો હતો આમ તો ભાદરવી જેવા પ્રસંગે લોકો પગપાળા ચાલી આવતા હોય છે પણ દિવાળી પસંગે પણ 500 કિલોમીટર પદયાત્રા કરી એક સંઘ ઉંચા તો જોકે દેવોએ વિજય પ્રાપ્ત કરી દેવોએ ના પગલે દેવાલય અને શિવાલયોમાં દર્શનનું વિશેષ મહાત્મય સમાયેલું હોય તેમ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર ઉમટી પડેલું મળે છે
કાર્તિકી પૂનમનો મેળો ખૂબ પ્રચલિત છે જ્યાં નાગધરના કુંડનું પણ અનેરૂ મહત્વ છે અહીં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે અને ધાર્મિક વિધી કરી ધન્યતા અનુભવે છે એવું માનવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે એટલું જ નહીં જો કોઇ સ્વજનનું નિધન થયું હોય અને તેમની અસ્થિઓનું નાગધરા કુંડમાં વિસર્જન કરવામાં આવે તો મોક્ષ મળે છે માટે જ અહીં મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે અને શામળિયાના દર્શન બાદ નાગધરા કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે નાગધરા કુંડમાં સ્નાન કરવા આવતા લોકો માટે વહીવટી તંત્ર સહિત મંદિર દ્વારા વ્યવસ્થા કરાઈ છે આ સાથે જ કુંડની ફરતે પાળ તેમજ સ્થાન કરવા માટે ખાસ વ્યવસ્થા દર્શનાર્થીઓ માટે કરાઈ છે કાર્તિકી પૂનમને લઇને મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલિસ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે જેથી દર્શનાર્થીઓને કોઇ જ તકલીફ ન પડે
કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો એટલે અરવલ્લી જિલ્લાનો શામળાજીનો મેળો વર્ષનો સૌથી મોટો મેળો કાર્તિકી પૂનમનો મેળવો શામળાજીમાં ભરાય છે સામાન્ય રીતે અગિયારસથી પૂનમ સુધી ચાલનારા કાર્તિકી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તોનો ઘોડાપુર ઉમટે છે ખાસ કરીને આદિવાસી સમાજના લોકો અહીં શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની કતારો જોવા મળી હતી દૂર દૂરથી ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા હતા મંદિરમાં દર્શન કરી ભક્તો શામળાજીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરવા પહોંચે છે કહેવાય છે કે નાગધરા કુંડમાં સ્નાન કરવાથી દુખ –દર્દ દૂર થાય છે જેથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો નાગધરા કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છેમેળાને લઇને જિલ્લા વહીવટી તંત્ર સહિત પોલિસ તંત્ર દ્વારા સુરક્ષાનો પુરતો બંદોબસ્ત ખડકી દેવાયો છે મંદિર પરિસરને સીસીટીવી સુરક્ષાથી સજ્જ કરવામાં આવ્યું છે મહિલા પોલિસ સહિત હોમગાર્ડ્સના જવાનો મંદિર તેમજ દર્શનાર્થી ની સુરક્ષા માટે સજ્જ કરી દેવાયા છે
