સેલવાસા દાદરા નગર હવેલી ખાતે મેડિકલ કોલેજને મંજુરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા. પત્રકારોને આ અંગે જાણકારી આપતા નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું, કે સેલવાસા દાદરા નગર હવેલી ખાતે મેડિકલ કોલેજને મંજુરી આપવામાં આવી છે. સરકાર દ્વારા આ મેડિકલ કોલેજ માટે 189 કરોડ ફાળવાયા છે. જેના દ્વારા વર્ષે 150 જેટલી સીટોનો વિદ્યાર્થીઓ લાભ લઇ શકશે. આ સાથે જ કેબિનેટમાં ગુરૂ નાનકની 550મી જયંતિ નિમિત્તે કરતાર પુર કોરિડોર પ્રોજેક્ટને પણ મંજૂરી અપાઇ છે. પાકિસ્તાનના રવિ નદીના તટે ગુરૂદ્વારા દરબાર સાહેબ કરતાર પુર જનારા શીખ તીર્થ યાત્રીઓની સુવિધા માટે ડેરા બાબા નાનકથી આંતર રાષ્ટ્રીય સીમા સુધી કરતાર પુર કોરિડોરનું નિર્માણ થશે. સુલતાન પુર લોદી જે ગુરૂનાનકનું જન્મસ્થાન છે. તેને હેરિટેજ ટાઉન રૂપે ડેવલપ કરાશે. જ્યાં હેરિટેજ કોમ્પ્લેક્ષ પણ બનશે. જે નાનકના જીવનની યાત્રાને દર્શાવશે.
