Skip to main content
Settings Settings for Dark

દેશના તમામ સિનેમા ઘરોને ફેબ્રુઆરીથી 100% ક્ષમતા સાથે સંચાલનની મંજૂરી અપાશે

Live TV

X
  • માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે દેશના તમામ સિનેમા ઘરોને ફેબ્રુઆરી મહિનાથી સરકારી ગાઇડલાઇન અનુસાર 100 ટકા ક્ષમતા સાથે સંચાલનની મંજૂરી આપવામાં આવી છે.

    કોરોના મહામારીને દેશમાં પ્રવેશતા અને તેના સંક્રમણને અટકાવવા માટે સંપૂર્ણ દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનને ચાલતા દેશમાં બધા જ વ્યાપાર ધંધા બંધ  થઇ ગયા હતા. ત્યારબાદ સ્થિતિ કાબુમાં આવતી જણાતા અનલૉક દરમ્યાન ધીરે ધીરે વ્યાપારો-ધંધાઓ ફરી પાટે ચડ્યા હતા. ત્યારે દેશના થિએટર માલિકોએ પણ લાંબા સમય બાદ સરકારની ગાઇડલાઇનને ધ્યાને લઇ થિયેટરો ફરી શરુ કર્યા હતા પણ કોરોનાના ડરના લીધે ફિલ્મ રસિકોની સંખ્યામાં ધરખમ ઘટાડો અનુભવાયો હતો. આજે જયારે દેશમાં એક બાજુ રસીકરણ અભિયાન ચાલુ થયું છે ત્યારથી લોકોમાં એક રાહત અનુભવાઈ છે. ત્યારે લાંબા સમયથી નુકસાની ભોગવી રહેલાં થિયેટર માલિકો અને ફિલ્મ રસિકોને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે.
    કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે આ અંગે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનાથી તમામ સિનેમા હોલમાં જેટલી સીટો હશે તેટલી ક્ષમતા સાથે દર્શકોને મંજુરી આપવામાં આવશે. તો બે શો વચ્ચે થોડા સમયનું અંતર રાખવામાં આવશે, આ સાથે જ તેમણે લોકોને ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવા પર વધુ ભાર મુક્યો હતો જેથી ત્યાં ટિકિટ લાઈનમાં ભીડ ન થાય. આ ઉપરાંત પ્રકાશ જાવડેકરે લોકોને સિનેમા નિહાળતી સમયે સેનિટાઈઝર, માસ્ક  વગેરીની તકેદારી સાથે  કોવિડ-19ની તમામ માર્ગદર્શિકાનું ખાસ પાલન કરવાનો પણ અનુરોધ કર્યો છે. સરકારના આ નિર્ણયથી થિયટર માલિકો અને ફિલ્મ રસિકોમાં ખુશીની લાગણી ફરી વળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply