દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મ જયંતિ
Live TV
-
દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મ જયંતિ છે.આજે સમગ્ર દેશમાં બાળ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.પંડિત નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં થયો હતો.બાળકોમાં પંડિત જવાહર લાલ નહેરુ ઘણા જ લોકપ્રિય હતા.બાળકો પણ તેમને પ્રેમથી ચાચા નહેરુના નામથી પોકારતા હતા.તો દેશના સ્વતંત્રતા સંગ્રામમાં પંડિત નહેરુની મહત્વપૂર્ણ ભૂમિકા રહી.દર વર્ષે બાળ દિવસે દેશભરની સ્કૂલોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
