Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે આપ્યા 3 મહત્વપૂર્ણ કેસ પર ચુકાદા

Live TV

X
  • કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની બિનશરતી માફી રાખી મંજૂર-સાથે ભવિષ્યમાં તકેદારી રાખવાની પણ આપી સુચના-રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ રફાલ પર સરકારનો નિર્ણય સાચો સાબિત થયો-દેશને ગુમરાહ કરવા કોંગ્રેસ માંગે માફી

    સુપ્રીમ કોર્ટે આજે ત્રણ મહત્વપૂર્ણ મામલે ચુકાદા આપ્યા છે. રાફેલ સોદાની તપાસ માટે દાખલ કરાયેલી રિવ્યૂ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કેન્દ્ર સરકારને મોટી રાહત આપતા ચીફ જસ્ટિસની આગેવાનવાળી બેન્ચે સરકારને ક્લીનચીટ આપી છે. બંધારણ બેન્ચે કહ્યું હતું કે આ મામલાની અલગથી તપાસ કરવાની કોઈ જરુરત નથી. સુપ્રીમે કેન્દ્ર સરકારની દલીલોને તર્કસંગત અને પર્યાપ્ત બતાવતા કેસના મેરિટને જોતા કહ્યું હતું કે ફરીથી તપાસના આદેશ આપવાની જરુર નથી. કોર્ટે રાફેલ લડાકુ વિમાન સોદાને યથાવત્ રાખતા 14 ડિસેમ્બર 2018ના પોતાના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં અરજદારની રાફેલના સોદાની પ્રક્રિયામાં ગેરરીતિની દલીલોને ફગાવી દીધી છે. રાફેલ ડીલ પર રિવ્યૂ પિટિશન ફગાવવાની સાથે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક વિવાદાસ્પદ નિવેદન પર સલાહ આપી છે. કોર્ટે રાહુલ ગાંધીની માફી સ્વિકારતા અવગણનાની અરજી તો ફગાવી દીધી હતી પણ ભવિષ્યમાં આવા નિવેદનો ન કરવા તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધીના નિવેદન પર અરજી દાખલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply