દેશના 116 જિલ્લાના 259 કેન્દ્રો પર વેક્સિન ડ્રાય રનની શરૂઆત
Live TV
-
આ અભ્યાસ દ્વારા રસીકરણની વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ કરવામાં સરકારને મળશે મદદ.
આજથી દેશભરમાં કોરોના વેક્સિનનો ડ્રાય રન શરૂ કરવામાં આવ્યો છે. આ ડ્રાય રન દ્વારા રસીકરણ પહેલાં સરકાર તરફથી બધી વ્યવસ્થા બરાબર છે કે નહીં , એનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. દરેક રાજ્યના બે શહેરમાં ,, ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ ડ્રાય રનમાં વેક્સિન આપવામાં નહીં આવે, પરંતુ Co-WIN એપ્લીકેશનની ક્ષમતાનું અધ્યયન કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે , કે તે બેનિફિશિયરીનો ડેટા Co-WIN એપ પર અપલોડ કરે.
આ વેક્સિનની ડિલિવરી અને મોનિટરિંગનું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ પ્રોસેસ પછી Co-WIN ઉપયોગી નીવડશે. આ ઉપરાંત રિયલ ટાઇમ મોનિટરનો ટેસ્ટ કરવામાં આવશે.
ડ્રાય રન પહેલાં સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને બધી તૈયારી અંગે જાણકારી મેળવી હતી. આજે તેઓએ દિલ્લી સ્થિત જી.ટી.બી હોપિટલની મુલાકાત લઇ કોરોના રસીકરણના ડ્રાય રન અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પ્રથમ તબક્કામાં 1 કરોડ હેલ્થકેર અને 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સને મફત રસીની પણ જાહેરાત થઇ છે.
