Skip to main content
Settings Settings for Dark

દેશના 16 રાજ્યોના 70 જિલ્લામાં તેમજ 15 રાજ્યોના 55 જિલ્લામાં કોરોનાના કેસમાં 150 ટકાનો વધારો થયોઃ આરોગ્ય મંત્રાલય

Live TV

X
  • આરોગ્ય મંત્રાલયે  કોવિડ-19ની  વર્તમાન પરિસ્થિતિ અને તેના સંક્રમણે અટકાવવાના મુદ્દે પત્રકાર પરિષદને સંબોધી હતી

    આરોગ્ય મંત્રાલયે  કોવિડ-19ની  વર્તમાન પરિસ્થિતિ અને તેના સંક્રમણે અટકાવવાના મુદ્દે પત્રકાર પરિષદને સંબોધી હતી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે  દેશના 16 રાજ્યોના 70 જિલ્લામાં તેમજ  15 રાજ્યોના 55 જિલ્લામાં કોરોનાના કેસમાં 150 ટકાનો વધારો થયો છે. જોકે  તેમ છતાં  સક્રિય કેસનું પ્રમાણ 2 ટકા છે અને  મૃત્યુ દર પણ 2 ટકા કરતાં ઓછો  છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે  મહારાષ્ટ્રમાં કુલ 60 ટકા કેસ છે. અહીં પોઝિટીવિટી રેશિયો  16 ટકા છે. તો ગુજરાતમાં પણ પોઝિટીવ કેસનું પ્રમાણ 2 થી વધીને 4 ટકા થયું છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં કેસ વધારે છે તેવા રાજ્યોમાં ટેસ્ટીંગનું  પ્રમાણ પણ વધવું જોઈએ. આરોગ્ય મંત્રાલયે ભાર પૂર્વક જણાવ્યું હતું કે જે રાજ્યોમાં કેસ વધી રહ્યા છે ત્યાં આરટી-પીસીઆર ટેસ્ટનું પ્રમાણ પણ વધારવું જોઈએ. હાલમાં દેશમાં  કોરોનાના કેસમાં 43 ટકાનો ઉછાળો નોંધાયો છે અને કુલ કેસ 1.14 કરોડ કરતા પણ વધુ છે. તો ભારતે 60 દિવસમાં 3.29 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply