દેશની પરમાણુ શક્તિનો પરચમ લહેરાયો, ભારત વિશ્વમાં એવા દેશોની હરોળમાં સામેલ જે ન્યુક્લિયર સબમરીનની ડિઝાઇન, નિર્માણ અને સંચાલન કરી શકે છે.
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સ્ટ્રેટેજીક ન્યુક્લિયર સબમરિન,અરિહંત ના અધિકારીઓની મુલાકાત લીધી હતી.આઈએનએસ અરિહંતની સફળતાની પીએમ મોદીએ તેના કર્મચારીઓ અને આ અભિયાન સાથે જોડાયેલા તમામને અભિનંદન આપ્યા હતાં..પીએમ મોદીએ કહ્યું કે આ સાથે ભારત ગણ્યા ગાંઠ્યા દેશોની અગ્રિમ હરોળમાં આવી ગયુ છે.અને ભારતના લોકો નવા ભારત અને શક્તિમાન ભારત બનાવવાની આકાંક્ષા ઈચ્છા રાખે છે,.ભારત કોઈપણ ચેતવણી સફળતાપૂર્વક સામનો કર્યો છે..
પીએમ મોદીએ કહ્યું કે અરિહંતની સફળતા માટે દેશવાસીઓને શુભેચ્છા આપી હતી. સાથે કહ્યું કે,આજે પરમાણુ હથિયારોનો પ્રથમ ઉપયોગ ન કરવા માટે પ્રતિબદ્ધ છે.આઈએનએસ અરિહંતને કારણે દેશ સશક્ત બન્યો છે.અરિહંતનો અર્થ છે દુશ્મનનો ખતમ કરવો ..દેશની સુરક્ષા માટે એક ખુબજ મહત્વનો છે વૈશ્વિક શાંતિ માટે ભારતનું એક પગલું છે એક ખુલ્લી ચેતવણી છે કે ભારતની વિરૂદ્ધ કોઈ સાહસ ન કરે ..ભારતનું અને ભારતીયનું મસ્તક ઉંચે ગયું છે ભારત અપાર ખુશી વ્યક્ત કરી રહ્યું છે.
