દેશની રાજધાની દિલ્લી ભવ્ય G-20 શિખર સંમેલન માટે સજ્જ
Live TV
-
G-20 શિખર સંમેલન માટે દિલ્હી તૈયાર, વિવિધ દેશોથી આવેલા મહેમાનોની સુરક્ષા માટે કરવામાં આવી વિશેષ તૈયારી
ઐતિહાસિક G-20 શિખર સંમેલન માટે દિલ્લી સંપૂર્ણ રીતે તૈયાર છે. સંમેલનમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ વિસ્તારોનું સૌંદર્યકરણ કરવામાં આવ્યું છે. દિલ્લીના મુખ્ય ક્ષેત્રો અને પ્રમુખ સ્થળોને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યા છે. સાથે બીએમઆરસીના અનેક પ્રમુખ મેટ્રો સ્ટેશન્સને સજાવવામાં આવ્યા છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ દિલ્હી હાઈએલર્ટ પર છે. G-20 શિખર સંમેલનને પગલે ચાલી રહેલ તૈયારીઓની વચ્ચે શનિવાર અને રવિવારના રોજ પોલીસે ફુલ ડ્રેસ રિહર્સલનું આયોજન કર્યું હતું. એરપોર્ટથી લઈને હોટલ અને બેઠકની જગ્યાએ મહેમાનોને પહોંચાડવા માટે ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ઠેર-ઠેર હથિયારો સાથે કમાન્ડર્સ તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ વીવીઆઈપી માટે સ્પેશ્યલ લેડી કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્લી સરકારે આજથી 10મી સપ્ટેમ્બર સુધી જાહેર રજાની જાહેરાત કરી છે. પરંતુ જરૂરી વસ્તુઓની દુકાનો ખૂલ્લી રહેશે. તો G-20 શિખર સંમેલન પહેલાં વિદેશ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ કહ્યું છે કે ભારતમાં G-20 કાર્યક્રમનું આયોજન ભારતના લોકો માટે ગર્વની માટે છે. તેમણે કહ્યું કે સંમેલનમાં "વૈશ્વિક દક્ષિણનો અવાજ" બનીને ભારત ઉભરી આવશે.
