દેશનું સપનું 'વન નેશન વન કાર્ડ' થઈ રહ્યું છે સાકાર: PM મોદી
Live TV
-
PM મોદીએ નવી સિવિલ હોસ્પિટલનું આજે લોકાર્પણ કર્યું છે. સિવિલ ખાતે એકસાથે 4 નવી ફેસિલિટી ઉપલબ્ધ કરાવતી હોસ્પિટલનું તેમણે લોકાર્પણ કર્યું હતું. તેમણે પાટણથી ભીલડી રેલવે લાઈનને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
તેમણે ભારત માતા કી જય સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે મેટ્રો ટ્રેન અને સિવિલ હોસ્પિટલના પ્રોજેક્ટ માટે અમદાવાદીઓને શુભેચ્છા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે વિદેશી ટેકનોલોજી પર ભારતની નિર્ભરતા ખત્મ થઈ ગઈ છે. વડોદરાના સાવલીમાં કોચ બની રહ્યા છે, અને તે એક્સપોર્ટ પણ થઈ રહ્યા છે.
વધુમાં તેમણે રૂપે કાર્ડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, વન નેશન વન કાર્ડનું દેશનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. દેશમાં એક જ કોમન મોબિલિટી કાર્ડથી પૈસા ઉપાડી શકાશે, શોપિંગ થશે અને દેશભરમાં મેટ્રો અને ટ્રાન્સપોર્ટના સાધનોમાં રૂપે કાર્ડ કામ લાગશે.
