દેશભરમાં અત્યાર સુધી 32 કરોડથી વધુ સેમ્પલ ટેસ્ટ કરાયા
Live TV
-
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ અનુસાર ભારતમાં ગઈ કાલે કોરોના માટે 21 લાખ 23 હજાર 782 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં દેશભરમાં 32 કરોડ 86 લાખ 07 હજાર 937 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાનમા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશભરમાં કોરોનાના 2.40 લાખથી વધુ નવા કેસો સામે આવ્યા છે. જ્યારે 24 કલાક દરમિયાન 3 લાખ 55 હજાર 102 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અત્યારે દેશમાં સક્રિય કેસોની સંખ્યા 28 લાખ 5 હજાર 399 કેસો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં 3 હજાર 741 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2 લાખ 99 હજાર 266 દર્દીઓના મોત નિપજ્યાં છે.
