વિદેશ મંત્રી એસ.જયશંકર આગામી 28 મે સુધી અમેરિકાના પ્રવાસે
Live TV
-
વિદેશ મંત્રી એસ.જયશંકર આજથી અમેરિકાના પાંચ દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલય તરફથી પ્રસિદ્ધ કરાયેલા એક નિવેદનમાં જણાવ્યા મુજબ એસ. જયશંકર આગામી 28 મે સુધી અમેરિકાના પ્રવાસે રહેશે. જ્યાં તેઓ અમેરિકન કંપનીઓ સાથે કોવિડ-19 રસીની ખરીદી અંગે અને ત્યાર બાદ તેના સંયુક્ત ઉત્પાદન માટેની સંભાવના અંગે ચર્ચા કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યુ હતું કે, એસ. જયશંકર વોશિંગ્ટનમાં અમેરિકન વિદેશ મંત્રી એંટની બિલકિંગની સાથે ચર્ચા કરશે. તેઓ અમેરિકન મંત્રીમંડળના સભ્યો અને ત્યાંના સ્થાનિક પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરશે. ન્યૂયોર્કમાં યુએનના સંયુક્ત સચિવ એંટોનિયો ગુટરેસની સાથે મુલાકાત યોજે તેવી પણ સંભાવના છે. નિવેદનમાં જણાવ્યા મુજબ વિદેશ મંત્રીની અમેરિકા યાત્રા દરમિયાન તેમના ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક અને કોવિડ-19 બીમારી સંદર્ભે જોડાયેલા મુદ્દાઓ અંગે વેપારી સંગઠનો સાથે સંવાદનું પણ આયોજન કરાયું છે.
