Skip to main content
Settings Settings for Dark

પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાત યાસ વધુ તીવ્ર બન્યું

Live TV

X
  • ચક્રવાતી તોફાન 'યાસ' બંગાળ અને ઓડિશાના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતી તોફાન 'યાસ' બુધવારે સાંજ સુધીમાં દિધા અને પારાદ્વિપ પહોંચી શકે છે. આ તોફાનની ગતિ ઉત્તરીય ખાડીમાં 120થી 160 કિમી પ્રતિ કલાકની હોય શકે છે. હવામાન વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, પોતાના વ્યાપક ફેલાવાના કારણે તે ભારે નુકશાન પહોંચાડી શકે છે. પૂર્વી-મધ્ય બંગાળની ખાડીમાં બનેલું ભારે દબાણ આજે વધુ ગાઢ બની ગયું છે. તેના કારણે 20 ફૂટ સુધી ઊંચી લહેરો ઊઠે તેવી સંભાવના છે. આ ચક્રવાતી તોફાન 'યાસ'ની અસરને પહોંચી વળવા માટે સશસ્ત્ર સેના દ્વારા કામગીરીની આરંભી દેવામાં આવી છે. ભારતીય વાયુસેનાના 15 માલવાહક વિમાનોએ જામનગર, વારાણસી, પટણા અને એર્નાકુલમથી એનડીઆરએફની ટીમના 950 કર્મચારીઓ અને 70 ટન સામગ્રીઓને કોલકાતા, ભૂવનેશ્વર અને પોર્ટબ્લેર પહોંચાડવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યુ છે કે, 16 વિમાન અને 26 હેલિકોપ્ટર તાત્કાલિક ધોરણે તહેનાત કરવામાં આવ્યા છે. ભારતીય નૌસેનાએ માનવીય સહાયતા અને આપદા રાહત માટે દસ ટ્રીપ કોલકાતા અને ભુવનેશ્વર મોકલી આપી છે. જ્યારે પાંચ ટ્રીપ પોર્ટ બ્લેર ખાતે તહેનાત રખાઈ છે. પૂર્વી કમાન્ડ અને આંદામાન નિકોબાર કમાન્ડની ટીમોને ખડેપગે રાખવામાં આવી છે. સોમવારે આ વિસ્તારમાં વરસાદ શરૂ થશે. આ ચક્રવાતી તોફાન 'યાસ'ને લઈને માછીમારોને સમુદ્રમાં જવાથી રોકી દેવાયા છે. રાજ્ય સરકાર દ્વારા ચક્રવાતી તોફાનનો સામનો કરવા માટેની તમામ તૈયારીઑ પૂરી કરી દીધી છે. આ ચક્રવાતી તોફાન 'યાસ'ને લઈને તંત્ર દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં રહેતા નાગરિકોને સુરક્ષિત સ્થાનો ઉપર પહોંચાડવામાં આવ્યા છે. 

    યાસ વાવાઝોડું બંગાળ અને ઓડિશાના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે.આ ચક્રવાતી તોફાન 'યાસ' બુધવારે સાંજ સુધીમાં દિધા અને પારાદ્વિપ પહોંચી શકે છે. આ તોફાનની ગતિ ઉત્તરીય ખાડીમાં 120થી 160 કિમી પ્રતિ કલાકની હોય શકે છે. હવામાન વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, પોતાના વ્યાપક ફેલાવાના કારણે તે ભારે નુકશાન પહોંચાડી શકે છે. પૂર્વી-મધ્ય બંગાળની ખાડીમાં બનેલું ભારે દબાણ આજે વધુ ગાઢ બની ગયું છે. તેના કારણે 20 ફૂટ સુધી ઊંચી લહેરો ઊઠે તેવી સંભાવના છે. આ ચક્રવાતી તોફાન 'યાસ'ની અસરને પહોંચી વળવા માટે સશસ્ત્ર સેના દ્વારા કામગીરીની આરંભી દેવામાં આવી છે. ભારતીય વાયુસેનાના 15 માલવાહક વિમાનોએ જામનગર, વારાણસી, પટણા અને એર્નાકુલમથી એનડીઆરએફની ટીમના 950 કર્મચારીઓ અને 70 ટન સામગ્રીઓને કોલકાતા, ભૂવનેશ્વર અને પોર્ટબ્લેર પહોંચાડવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યુ છે કે, 16 વિમાન અને 26 હેલિકોપ્ટર તાત્કાલિક ધોરણે તહેનાત કરવામાં આવ્યા છે. ભારતીય નૌસેનાએ માનવીય સહાયતા અને આપદા રાહત માટે દસ ટ્રીપ કોલકાતા અને ભુવનેશ્વર મોકલી આપી છે. જ્યારે પાંચ ટ્રીપ પોર્ટ બ્લેર ખાતે તહેનાત રખાઈ છે. પૂર્વી કમાન્ડ અને આંદામાન નિકોબાર કમાન્ડની ટીમોને ખડેપગે રાખવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply