Skip to main content
Settings Settings for Dark

CBSE ધોરણ 12 બોર્ડ સહિત અન્ય પરીક્ષાઓ અંગે ચર્ચા કરવા ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

Live TV

X
  • ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા તેમજ વિવિધ પ્રવેશ પરીક્ષાઓના આયોજન અંગે સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં આજે ઉચ્ચાધિકારીઓની એક વર્ચ્યુયલ બેઠક યોજાઈ, રાજ્યોના શિક્ષણ બોર્ડ અને C.B.S.E દ્વારા ધોરણ 12ની પરીક્ષાઓ સ્થગીત કરવાનો નિર્ણય લેવાયો

    CBSE ધોરણ 12 ની પરીક્ષા સંદર્ભે આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાનારી આ બેઠકમાં, રાજ્યોના શિક્ષણ મંત્રીઓ, સચીવો તથા રાજ્ય શિક્ષણ બોર્ડના અધ્યક્ષો હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ, મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની, પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત રહ્યા હતા. 
    નોંધનીય છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં લઈને રાજ્યોના શિક્ષણ બોર્ડ અને C.B.S.E દ્વારા ધોરણ 12ની પરીક્ષાઓ સ્થગીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ કોરોના મહામારીમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમા રાખીને પરીક્ષા સંદર્ભે વિવિધ વિક્લ્પો પર વિચાર કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply