Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં આજથી પરાક્રમ પર્વની ઉજવણી શરૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોર્ણાક યુધ્ધ સ્મારક પર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી

Live TV

X
  • સશસ્ત્ર દળોના સાહસ પરાક્રમ અને બલિદાનને સલામ કરતાં દેશભરમાં આજથી 30 સપ્ટેમ્બર સુધી પરાક્રમ પર્વનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોધપુરમાં સૈનિકો વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં કોણાર્ક યુધ્ધ સ્મારક પર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ શહીદોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ત્યાં સૈન્ય ઉપકરણોના પ્રદર્શનનું અવલોકન કર્યું હતું. આ પહેલાં પ્રધાનમંત્રી મોદીને સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પરાક્રમ પર્વનો મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીના ઇન્ડિયા ગેટ પર થશે. આ જ રીતે દેશભરમાં 51 શહેરમાં 53 સ્થળોએ સેનાના જવાનોના પરાક્રમ પર ફોક્સ કરતાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ઇન્ડિયા ગેટ પર પરાક્રમ પર્વનું ઉદઘાટન કરશે અને ત્યાં બાળકો સાથે સંવાદ પણ કરશે. ત્રણ દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં સશસ્ત્ર બળોના સાહસ અને પરાક્રમની ઝલક દર્શાવતી તસવીરો અને ફિલ્મો પણ બતાવવામાં આવશે. આ દરમિયાન તોપ અને નાના હથિયારોનું સૈન્ય ઉપકરણોનું પ્રદર્શન પણ લગાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply