દેશભરમાં કોરોના વાયરસના કુલ પોઝીટીવ કેસની સંખ્યા વધીને 3,666 થઈ
Live TV
-
અત્યાર સુધીમાં સારવાર બાદ 291 લોકો સાજા થયા, 109 લોકોના થયા મોત
દેશભરમાં કોરોના વાયરસના કુલ પોઝીટીવ કેસની સંખ્યા વધીને 3,666 થઈ ગઈ છે..કેન્દ્રીય આરોગ્ય વિભાગના ડેશ બોર્ડ પર મૂકેલી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં સારવાર બાદ 291 લોકો સાજા થયા છે..જ્યારે કુલ 109 લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે..જો રાજ્યવાર જોઈએ તો આંધ્રપ્રદેશમાં 226 કેસ, દિલ્હીમાં 503 કેસ, ગુજરાતમાં 144 કેસ, જમ્મુ-કાશ્મીરમાં 106 કેસ, કર્ણાટકમાં 151 કેસ, કેરળમાં 314 કેસ, મધ્યપ્રદેશમાં 165 કેસ, મહારાષ્ટ્રમાં 690 કેસ , રાજસ્થાનમાં 253 કેસ, તમિલનાડુમાં 571 કેસ, ઉત્તરપ્રદેશમાં 227 કેસ નોંધાયા છે..
