Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં જન્માષ્ટમીની પરંપરાગત શ્રદ્ધાપૂર્વકઉજવણી

Live TV

X
  • વહેલી સવારથી જ શ્રીકૃષ્ણના તમામ મંદિરોમાં મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ . ગુજરાતના દ્વારકાધીશ, શામળાજી અને ડાકોર મંદિરમાં ભક્તોનું ઘોડાપુર

    દેશભરમાં તેમજ વિદેશના કૃષ્ણમંદિરોમાં આજે જન્માષ્ટમીની ધૂમ મચી છે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની જોરદાર તૈયારી કરવામાં આવી છે. દેશના ઉત્તરી ભાગથી તમિળનાડુના મદુરાઈ સુધી કાનાનો જન્મ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. બાંકે બિહારી મંદિર, પ્રેમ મંદિર, ઈસ્કોન મંદિર અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સ્થળના મંદિર સહિત તમામ સ્થળોને શાનદાર રીતે સજાવવામાં આવ્યા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મથુરાના મંદિર ખાતે જન્માષ્ટમી સમારોહમાં ભાગ લેશે. જમ્મુ - કાશ્મીરના પૂંચના મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. કાન્હાના જન્મ દિવસે તેને શણગારીને પૂજા - અર્ચના કરવામાં આવી રહી છે.

    મુંબઈમાં લોકો જન્માષ્ટમીને ઉજવવા થનગની રહ્યાં છે. મુંબઈની દહી હાંડી ખૂબ જ પ્રખ્યાત છે. અનેક વિસ્તારોમાં દહી હાંડી ઉત્સવના આયોજન થયા છે. દાદરમાં દહી હાંડી સજાવવામાં આવી છે. તેને ફોડવા માટે મોટી સંખ્યામાં ગોવિંદાઓની ટીમ આવશે, અને તેઓ સર્કલ બનાવી દહી હાંડી ફોડવાનો પ્રયત્ન કરશે.

    ભારતની સાથે દુબઈના શ્રીકૃષ્ણ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ માટે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ ભગવાન કૃષ્ણના ભજનોનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં પણ જન્માષ્ટમીની ઉજવણી ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ રહી છે. લોકો ભગવાન કૃષ્ણની પૂજા - અર્ચના કરી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply