પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતને પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના મહત્વાકાંક્ષી સપનાને સાકાર કરવા યૂએઈ બની શકે છે મહત્વનું ભાગીદાર
Live TV
-
અમીરાત સમાચાર એજન્સી સાથે ખાસ વાતચીતમાં કહ્યું, યૂએઈ અને ભારતના સંબંધ સૌથી સારા તબક્કામાં- ભારતના મુખ્ય ક્ષેત્રોમાં રોકાણ કરવાની યૂએઈની વધી રહી છે રૂચી
ફ્રાન્સ પ્રવાસના બીજા દિવસે એટલે કે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કો મુખ્યાલયમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભારત અને ફ્રાન્સની મિત્રતાને અતૂટ ગણાવતાં આજનો દિવસ ભારત અને ફ્રાન્સની મિત્રતાને નામે ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સના સંબંધો સતત મજબુત બની રહ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવી સરકારે ભારતમાં 70 દિવસમાં જ અનેક મહત્વના નિર્ણયો લીધા છે. અમે લોકશાહીની તાકાતથી દેશહિતમાં કામ કરી રહ્યાં છીએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત હવે ગરીબીમાંથી બહાર આવી રહ્યું છે. ચંદ્ર પર ઉતરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બનવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ પેરિસમાં એક મેમોરિયલનું ઉદ્ધાટન પણ કર્યું હતું જે વર્ષ 1950 અને 1960માં થયેલ એક ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ દુર્ધટનામાં હોમી જહાંગીર ભાભાનું પણ અવસાન થયું હતું.
