Skip to main content
Settings Settings for Dark

ભારતીય અર્થતંત્રની સ્થિતિ અન્ય દેશો કરતાં મજબૂત હોવાનું જણાવતા કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણ

Live TV

X
  • આર્થિક સુધારા માટે થઈ રહ્યો છે સતત પ્રયત્નો. મંદીની અસર હેઠળ દેશમાં રોકાણ કરવું સરળ.

    નાણાં મંત્રાલય દ્વારા ગઈકાલે એક પત્રકાર પરિષદ કરીને દેશની આર્થિક સ્થિતિ અંગેનો ચિતાર આપવામાં આવ્યો હતો. નાણા મંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, દુનિયાના અન્ય દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે. અન્ય દેશોની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થા ઘણી મજબુત છે. ભારતમાં વર્તાઈ રહેલી આર્થિક મંદી માટે તેમણે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને કારણભૂત ગણાવ્યું હતું. અને જણાવ્યું હતું કે, યુએસ અને ચીન કરતાં ભારતનો ગ્રોથ સારો છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, અમે સતત ટેક્સની પ્રક્રિયામા સુધારો કરી રહ્યાં છીએ અને દેશમાં જીએસટીની પ્રક્રિયા સરળ બનાવી દેવામાં આવી છે. ભારતમાં હવે વેપાર કરવો વધારે સરળ બન્યો છે. તો આ સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે કેપિટલ ગેઈન પરનો સરચાર્જ નાબુદ કરવાની જાહેરાત કરી હતી તેમજ એફપીઆઈના સરચાર્જમાંથી છુટકારો આપવાની પણ વાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply