દેશમાં અમૃતસર, બોધગયા, નાગપુર, સંબલપુર, વિશાખાપટ્ટનમ, અને જમ્મુ સહિતના શહેરોમાં નવી સાત IIM થશે શરૂ - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં, લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
કેન્દ્ર સરકારે પીએમ જનધન યોજનાને ઓપન એન્ડેડ આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.બેંકિંગ અન નાણાકીય સેવામાં ગરીબ લોકોને પણ સમાવતી દુનિયાની આ સૌથી મોટી યોજના 14 ઓગસ્ટ 2018 પછી પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હવે આ યોજના હેઠળ દરેક નાના બાળકને આ યોજના હેઠળ સમાવવાનુ લક્ષ્ય રાખ્યું છે. કેબિનેટમાં સાત નવી IIMને પણ મંજૂરી અપાઈ છે. જેમાં નાગપુર, અમૃતસર, બોધગયા, સંબલપુર, સીરમોર વિશાખાપટ્ટનમ અને જમ્મુનો સમાવેશ થાય છે