દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે
Live TV
-
ચોમાસાને કેરળ પહોંચવામાં 4 દિવસની વાર લાગી શકે છે એટલે કે, હવે 5 જૂન સુધી ચોમાસુ કેરળ પહોંચે તેવી આશા છે. હવામાન વિભાગે આજે આ આગાહી કરી છે. આ પહેલા આગાહી હતી કે ચોમાસુ 1 જૂને કેરળ પહોંચશે. ચોમાસુ કેરળ પહોંચે તે સાથે જ દેશમાં 4 મહિનાની મોનસૂન સિઝન શરૂ થઈ જાય છે.
હવામાન વિભાગે એપ્રિલમાં ચોમાસાની પ્રથમ આગાહી કરી હતી. તે મુજબ ચોમાસુ સામાન્ય રહેશે. વરસાદ 100 % પડશે. 96 થી 100 % વરસાદને સામાન્ય ચોમાસુ કહેવાય છે.
