વિશ્વ પ્રસિધ્ધ બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, PM મોદીના નામથી થઇ પહેલી પૂજા
Live TV
-
વિશ્વ પ્રસિધ્ધ શ્રી બદ્રીનાથ ધામના આજે સવારે ચાર વાગેને 30 મિનિટે બ્રહ્મ મુહૂર્તમાં કપાટ ખૂલ્યા હતા. શ્રી બદ્રીનાથ ધામને 10 ક્વિન્ટલ ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે. શ્રી બદ્રીનાથ ધામમાં પહેલી પૂજા નવ વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામની કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, કપાટોદ્ઘાટનમાં મુખ્ય પૂજારી રાવલ, ધર્માધિકારી ભૂવન ચંદ્ર ઉનિયાલ, રાજગુરુ સહિત માત્ર 28 લોકો જ માત્ર હાજર રહ્યાં હતાં. આ દરમિયાન માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ પાલન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. બાબા બદ્રીનાથના કપાટ થોલતા પહેલા સમગ્ર મંદિર પરિસરને સેનેટાઈઝ કરવામાં આવેલ.
