દેશમાં કોરોનાના નવા કેસોમાં આંશિક ઘટાડો; છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10,409 નવા કેસ
Live TV
-
દેશભરમાં કોરોનાના કેસો અને સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ગઈકાલે નોંધાયેલા નવા કેસોની સરખામણીએ આજે કોરોનાના નવા કેસોમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 10,409 નવા કેસ નોંધાયા છે. જેની સામે છેલ્લા 24 કલાકમાં 20,439 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે, તેમજ 243 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. દેશમાં હાલ સક્રિય કેસની સંખ્યા 1,11,472 એ પહોંચી છે. દેશભરમાં અત્યારસુધીમાં કુલ 4,22,90,921 દર્દીઓએ સફળતા પૂર્વક કોરોના મહામારીને મ્હાત આપી છે.
કોરોના મહામારીના સંક્રમણમાં ઘટાડો લાવવામાં રસીકરણ અભિયાનનો મહત્વનો ફાળો રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જ દેશમાં 24,05,049 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. જ્યારે અત્યારસુધીમાં કોરોના રસીના કુલ 1,77,44,08,129 થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના ટેસ્ટિંગનો દર પણ હાલમાં વધારવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 10,22,204 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અત્યારસુધીમાં કુલ 76,67,57,518 થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
