દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 35 લાખને પાર, 27.13 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા
Live TV
-
સરકારના પ્રયાસના કારણે દેશમાં કોવિડ-19ની સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ દેશમાં કોવિડ-19થી રીકવર થવાનો દર 77.06 ટકા થઇ ગયો છે. મૃત્યુદરમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.81 ટકા થઇ ગયો છે.
સરકારના પ્રયાસના કારણે દેશમાં કોવિડ-19ની સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ દેશમાં કોવિડ-19થી રીકવર થવાનો દર 77.06 ટકા થઇ ગયો છે. મૃત્યુદરમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.81 ટકા થઇ ગયો છે. વીતેલા 24 કલાકમાં દેશમાં કુલ 78 હજાર 761 દર્દી સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. દેશમાં અત્યારસુધીમાં કુલ 27 લાખ 13 હજાર 933 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. દેશમાં ટેસ્ટિંગ પણ યુદ્ધસ્તરે ચાલુ છે. સતત ત્રીજા દિવસે 10 લાખથી વધુ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં અત્યારસુધીમાં કુલ ચાર કરોડ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
➡️દેશમાં 24 કલાકમાં કોરોનાના 78,761 નવા કેસ
➡️24 કલાકમાં 948 ના મૃત્યુ; કુલ 63,498ના મોત
➡️દેશમાં કોરોનાના કુલ કેસ 35,42,733
➡️24 કલાકમાં દેશભરમાં 64,935 દર્દી સાજા થયા
➡️કુલ 27,13,933 સ્વસ્થ, કુલ 7,65,302 સક્રિય કેસ
➡️24 કલાકમાં દેશમાં કોરોનાના 10,55,027 ટેસ્ટ
➡️દેશમાં અત્યાર સુધી કુલ 4,14,61,636 કોરોના ટેસ્ટ
➡️મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા
