PMએ 'મન કી બાત' માં ચિલ્ડ્રન યુનિ.ના ન્યુટ્રીશીયન પાર્કનો કર્યો ઉલ્લેખ
Live TV
-
PM એ કહ્યું, અમે ચિલ્ડ્રન યુનિવર્સિટી સાથે મળીને બાળકો માટે શું કરી શકાય તેના પર કર્યું મંથન - ન્યુટ્રીશીયન પાર્કમાં રમતા રમતા ન્યુટ્રીશીયનનું શિક્ષણ મેળવી શકાય છે. દેશવાસીઓને આ યુનિક પાર્કની મુલાકાત લેવા કહ્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના મન કી બાત કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં સ્થાપવામાં આવેલી ચિલ્ડ્રન યુનિર્વસિટીની વાત કરી હતી. જેમાં સગર્ભા માતાઓ, બાળકોનો ઉછેર કેવી રીતે કરી શકે તેમજ બાળકોનો વિકાસ કઈ રીતે થાય, તે અંગે યુનિવર્સિટીમાં કરવામાં આવેલા વિવિધ પ્રયોગોની અને કામગીરીની વાત કરી હતી.
ત્યારે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિએ દુરદર્શન સાથે વિશેષ વાત કરી હતી તેમજ મન કી બાતના કાર્યક્રમમાં ત્યાં હાજર લોકોએ પણ પ્રતિક્રિયા આપી હતી.
