દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 84.7 ટકા પર, મૃત્યુ દર 1.5 ટકા પર
Live TV
-
દેશમાં કોરોના સામે જંગ ચાલી રહ્યો છે.કેન્દ્ર સરકારની સફળ નીતિઓને કારણે આ વૈશ્વિક મહામારી સામે ભારતને સતત સારા પરિણામ મળી રહ્યા છે.
દેશમાં કોરોના સામે જંગ ચાલી રહ્યો છે.કેન્દ્ર સરકારની સફળ નીતિઓને કારણે આ વૈશ્વિક મહામારી સામે ભારતને સતત સારા પરિણામ મળી રહ્યા છે.સારી આરોગ્યની સુવિધાને કારણે ભારતમાં અત્યાર સુધી 56 લાખ 62 હજાર 490 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.જેના કારણે રિકવરી રેટ 84.70 ટકાએ પહોંચી ગયો છે.તો છેલ્લા 24 કલાકમાં 884 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 1 લાખ 3 હજાર 569 થયો છે.દેશમાં સારી વાત એ છે કે ડેથ રેસિયો 1.55 ટકા છે.જે વિશ્વની સરખામણીમાં ખુબ જ ઓછો છે.હાલ દેશમાં 9 લાખ 9 હજાર 23 એક્ટિવ કેસ છે.જેમની સારી સારવાર ચાલી રહી છે.વાત જો ટેસ્ટની કરીએ તો WHOના માપદંડથી પણ વધારે ટેસ્ટ હાલ ભારતમાં થઈ રહ્યા છે.WHOએ પ્રતિ 10 લાખની વસ્તીએ પ્રતિદિવસ140 ટેસ્ટ કરવાની કહ્યું છે.જેની સામે ભારતમાં 6 ગણા વધારે ટેસ્ટ થઈ રહ્યા છે.દેશમાં અત્યાર સુધી 8 કરોડ 10 લાખ 71 હજાર 797 ટેસ્ટ થયા છે.તો WHOએ કહ્યું કે વિશ્વમાં 10 ટકા લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.