Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ 6 કેસ જોવા મળ્યા

Live TV

X
  • કોરોના મહામારીના નવા સ્ટ્રેને ચિંતામાં વધારો કરી દીધો છે. ભારતમાં પણ તેની એન્ટ્રી જોવા મળી રહી છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ 6 કેસ જોવા મળ્યા છે. જે વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કરતા જણાવ્યુ છે કે, કોરોનાની વેક્સિન નવા સ્ટ્રેન પર પણ પ્રભાવી હશે. લોકોએ નવા સ્ટ્રેનથી ગભરાવવાની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિક સલાહકાર પોફેસર કે.વિજય રાઘવને જણાવ્યુ કે, વેક્સિન યુકે અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા નવા વેરિએન્ટ વિરુદ્ધ પણ કામ કરશે. જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજીવ ભૂષણે જણાવ્યુ કે, યુ.કે વેરિએન્ટથી સમાચાર મળ્યા પહેલા જ પ્રયોગશાળાઓમાં લગભગ 5 હજાર જીનોમ વિકસિત કરવામાં આવ્યા હતા. સાયન્ટિફિક એડવાઇઝરે જણાવ્યુ કે, વેક્સિન બહુ જ જલ્દી ઉપલબ્ધ થવા જઇ રહી છે. પરંતુ બે ગજનું અંતર રાખવુ, વારંવાર હાથ સાફ કરવા અને માસ્ક પહેરવા અપીલ કરી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply