રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ડિજિટલ ઈન્ડિયા પુરસ્કાર પ્રદાન કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વીડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર-2020 એવોર્ડ પ્રદાન કરશે.
દર બે વર્ષે કરવામાં આવે છે આયોજન
ડિજીટલ ઇન્ડિયા પૂરસ્કાર એવોર્ડ એ ડિજિટલ ઇન્ડિયા પ્રશાસનમાં ઉલ્લનીય કામગીરીને લઇ એવોર્ડ પ્રદાન કરવામાં આવતો હોય છે. ડિજિટલ ઇન્ડિયા વિઝનની પૂરેપૂરી પ્રક્રિયા નામાંકન તેમજ સ્ક્રિનિંગ પર ઓનલાઇન કરવામાં આવતી હોય છે. ઇલેક્ટ્રોનિક અને સુચના પ્રોધોગિક વિભાગ દ્વારા દર બે વર્ષે આયોજન કરવામાં આવે છે. આ સાથે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પૂરસ્કાર સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ છઠ્ઠો ડિજિટલ ઇન્ડિયા પૂરસ્કાર એનાયત થવા જઇ રહ્યો છે. જેમાં 6 શ્રેણીઓમાં પૂરસ્કાર એનાયત કરાશે.
