નવા પ્રકારનો કોરોના વાયરસ વેક્સીન દ્વારા કંટ્રોલમાં આવી શકે તેમ છેઃ વિજય રાઘવન
Live TV
-
કોરોના વાયરસના નાવા પ્રકાર વિશે વિજય રાઘવને આપ્યુ મહત્વનું નિવેદન
બ્રિટનથી આવેલા 6 દર્દીઓમાં નવા પ્રકારનો વાયરસ જોવા મળ્યો
કોરોના મહામારી સામે જંગ યથાવત છે,ત્યારે સરકાર આ જંગ સામે પૂરી રીતે તૈયાર છે. દેશમાં સંક્રમણની સંખ્યામાં દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. તો બીજી બાજુ બ્રિટનથી આવેલા 6 દર્દીઓમાં નવા પ્રકારનો વાયરસ જોવા મળ્યો હતો. જેને પગલે સરકાર તમામ પ્રકારની તૈયારીઓ સાથે સતર્ક થઇ છે.
વાયરસ વેક્સિન દ્વારા કંટ્રોલમાં આવી શકે તેમ છે
જો કે રાહતના સમાચાર એ છે, કે સરકાર હવે કોરોના સામે વેક્સિન વિતરણની તૈયારીઓમાં જોડાઇ છે. મુખ્ય વૈજ્ઞાનિક અને સલાહકાર વિજય રાઘવને જણાવ્યુ હતુ. નવા પ્રકારના વાયરસમાં જોઇએ એટલો બદલાવ નથી અને આ વાયરસ વેક્સિન દ્વારા કંટ્રોલમાં આવી શકે તેમ છે. તેમ છતાં ઝડપી વાયરલ થાય છે. પરંતુ સરકાર પૂરી રીતે સતર્ક છે. આ સાથે બ્રિટનથી આવતી ફ્લાઇટો પર સરકારે હાલમા પ્રતિબંધ લગાવ્યો છે.
