દેશમાં કોરોના વાયરસના 2 કેસ પોઝિટીવ નોંધાયાઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન
Live TV
-
આજે કોરોના વાયરસને લઈને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં 2 પોઝિટીવ કેસ નોંધાયા છે, જેમાંથી એક દિલ્હી અને એક તેલંગણામાં નોંધાયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ચીન સિવાય સાઉથ કોરિયા, જાપાન, ઈટાલીમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિંગોપોર, ઈટાલી, ઈરાન અને ચીનની બિન જરૂરી યાત્રા ન કરવાની પણ સલાહ આપી છે.
તેમના જણાવ્યા પ્રમાણે, દેશના 21 એરપોર્ટ પર 5 લાખ 57 હજાર 431 મુસાફરોની સ્ક્રીનિંગ થઈ રહી છે. નેપાળ સાથે જોડાયેલી બોર્ડર પરના એરપોર્ટ પર પણ 10 લાખ 24 હજાર 922 લોકોની તપાસ થઈ રહી છે.
