Skip to main content
Settings Settings for Dark

હવે ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરોને મળશે વાઈ-ફાઈ, કેન્દ્ર સરકારની જાહેરાત 

Live TV

X
  • પાઇલૉટ ઇન કમાન્ડ મુસાફરોને લેપટોપ, સ્માર્ટફૉન વગેરે ગેઝેટમાં વાઇફાઇ દ્વારા ઇન્ટરનેટ સેવાની આપી શકે પરવાનગી.

    ભારતમાં ડોમેસ્ટીક ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરો માટે કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે જેમાં ડોમેસ્ટીક ફ્લાઇટમાં મુસાફરોને વાઇ-ફાઇ સુવિદ્યા ઉપલબ્ધ કરાવવા માટે મંજુરી આપી છે. જેથી હવે મુસાફરો વિમાનમાં મુસાફરી દરમિયાન ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકશે. 

    જો કે હાલ વિમાનમાં વાઇફાઇની સુવિદ્યા માત્ર ડોમેસ્ટીક ફ્લાઇટમાં જ મળશે. જો કે ફ્લાઇટમાં લેપટોપ, સ્માર્ટ ફોન, ટેબલેટ, સ્માર્ટ વોચ જેવા સાધનો ફ્લાઇટ મોડ કે એરોપ્લેન મોડ પર હોવા જોઇએ ત્યારે જ પાયલટ વિમાનમાં સવાર યાત્રીઓને વિમાનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની પરવાનગી આપશે. 

    ઉલ્લેખનીય છે કે ટાટા ગ્રુપની કંપની નેલ્કો અને પેનાસોનિક કોર્પોરેશન ભારતમાં ફ્લાઇટમાં બ્રોડબેન્ડ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં ટાટાની વિસ્ટારા એરલાઇન્સમાં આ સેવા શરૂ કરવાની યોજના છે. 

    વિસ્ટારાના સીઆઇઓએ જણાવ્યુ કે તેમની એરલાઇન્સ બોઇંગ 787-9 એરક્રાફ્ટમાં વાઇ-ફાઇની સુવિદ્યા શરૂ કરવામાં આવશે.જો કે આ સુવિદ્યા ફ્લાઇટ એન્ડ મેરીટાઇમ કનેક્ટીવીટી રૂલ્સ, 2018ના નિયમ મુજબ જ મળી શકશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply