3 માર્ચે નહીં થાય નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી, પવને દયાની અરજી કરી
Live TV
-
નિર્ભયા કેસના આરોપીઓને હવે 3જી માર્ચે ફાંસીની સજા નહી આપી શકાય. ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓએ તેમના તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી લીધો હતો. ત્યારે ચોથા આરોપી પવન ગુપ્તાએ ફાંસીની સજાના એક દિવસ પહેલા સુપ્રિમ કોર્ટમાં ક્યુરેટીવ પીટીશન દાખલ કરી હતી.
જે સુપ્રિમ કોર્ટે ફગાવી દેતા, પવન ગુપ્તાના વકીલ રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી મોકલી હતી. જેનો આધાર લઇને પટિયાલા કોર્ટમાં દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી પેન્ડીંગ હોવાને કારણે અત્યારે આરોપીની ફાંસીની સજા પર હાલ પુરતો સ્ટે આપવો જોઇએ. જેને આધારે પટિયાલા કોર્ટે મંગળવારે સવારે છ વાગે થનારી ફાંસીની સજા નવી તારીખ ન આવે ત્યાં સુધી સજા ન કરવાની તાકીદ પણ કોર્ટે કરી હતી.
કોર્ટના ચુકાદા બાદ નિભર્યાની માતાએ રોષ વ્યક્ત કર્યો હતો કે ન્યાયની સિસ્ટમને લઇને તેમને ભારે દુખ છે કારણે કે આરોપ સાબિત થયા બાદ ફાંસી આપવામાં આવતી નથી. જો કે હવે ચારેય આરોપીઓએ તેમના તમામ કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી લીધો હોવાથી ફાંસીની નવી તારીખ બાદ ફાંસી નક્કી જ છે. પણ નિર્ભયાની માતાને આશંકા છે કે હજુ પણ આરોપીઓ કોઇને કોઇ કાયદાકીય છટકબારીનો ઉપયોગ કરી શકે તેમ છે.
