SCએ નિર્ભયા કેસના આરોપી પવનની ક્યુરિટેવ પીટિશનની અરજી ફગાવી
Live TV
-
ન્યાયાધીશ એન.વી રામન્નાના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બનેલી પીઠે અરજી ફગાવતા કહ્યું હતું કે, સંબધિત અરજીની ફેર વિચારણાથી આરોપીને અપાયેલી સજામાં ફેરફાર નહીં થાય.
દેશના ચર્ચિત નિર્ભયા કેસના ચારેય આરોપીઓને ફાંસી ક્યારે મળશે તેની દેશ રાહ જોઈ રહ્યો છે, ત્યારે આજે સુપ્રિમ કોર્ટે વર્ષ-2012ના નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસના આરોપી પવનકુમાર ગુપ્તાએ કરેલી ક્યુરેટીવ અરજી ફગાવી દીધી છે.
પવને પોતાની અરજીમાં કોર્ટ પાસે પોતાની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં બદલવાની માગણી કરી હતી. પવન ગુપ્તાની પહેલા બાકીના ત્રણ આરોપીઓ મુકેશ, વિનય અને અક્ષયની ક્યુરેટિવ પીટિશન પણ કોર્ટે ખારિજ કરી છે.
ઉલ્લેખનીય છે કે 3 માર્ચ મંગળવારના રોજ નિર્ભયાના ચારેય આરોપીઓને ફાંસીની સજા આપવાનો કોર્ટે આદેશ કર્યો છે. જો કે પવન પાસે રાષ્ટ્રપતિ સામે દયા અરજી કરવાનો વિકલ્પ બાકી છે.
