દેશમાં કોરોના વાયરસ સંક્રમીતની સંખ્યા 147 થઇ
Live TV
-
આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેમાંથી 122 ભારતીય છે જ્યારે 25 વિદેશી નાગરિક છે. આરોગ્ય વિભાગના સંયુકત સચિવ લવ અગ્રવાલે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે 14 લોકો સંક્રમણથી મુકત થયા છે.
દેશમાં કોરોના વાયરસ સંક્રમીતની સંખ્યા 147 થઇ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેમાંથી 122 ભારતીય છે જ્યારે 25 વિદેશી નાગરિક છે. આરોગ્ય વિભાગના સંયુકત સચિવ લવ અગ્રવાલે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે 14 લોકો સંક્રમણથી મુકત થયા છે. અત્યાર સુધીમાં ત્રીજુ મૃત્યુ મહારાષ્ટ્રમાં થયું છે તે વ્યકિત દુબઇથી આવ્યા હતાં. સરકાર કોરોના વાયરસના સંક્રમણને કાબુમાં લેવા તમામ પ્રયાસ કરી રહયાં છે. કેન્દ્ર સરકારે રાજય સરકારની સહાય માટે 30 એડીશનલ સેક્રેટરીઓને જવાબદારી સોપી છે. ગૃહ સચિવ અજય ભલ્લાએ નેપાળ,ભૂતાન,બાંગ્લાદેશ, અને મ્યાનમાર સરહદ વાળા રાજયોમાં કોરોનાનો સામનો કરવા તૈયારીનું મુલ્યાંકન કર્યું હતું. તેમણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,બિહાર, પશ્રિમ બંગાળ, સિક્કિમ,આસામ,અરૂણાચલપ્રદેશ મિઝોરમ, મણીપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેધાલયના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. ભારતીય પુરાતત્વ ખાતાએ તમામ સ્મારકમા 31 માર્ચ સુધી પ્રવેશ ઉપર પ્રતિબંધ મુક્યો છે.
