ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 3 થયો
Live TV
-
મુંબઈમાં 63 વર્ષના એક દર્દીનું મોત નિપજ્યું છે
ભારતમાં ,કોરોના વાયરસના કારણે ,મૃત્યુ આંક 3 થયો છે. મુંબઈ માં ,63 વર્ષ ના ,એક દર્દી નું ,મોત નિપજ્યું છે. તેઓ ,અન્ય બિમારી થી પણ ,પીડાતા હતા. દેશ માં ,અત્યાર સુધી ,કુલ 147 કેસની ,પુષ્ટી થઈ છે. બીજી તરફ ,દેશ માં ,કોરોના વાયરસ ને વધતો અટકાવવા માટે , કેન્દ્ર સરકાર ,સખત પગલા ભરી રહી છે. કોરોના વાયરસ સામે લડવા ,મંત્રીઓ ના સમુહ ની બેઠક માં , સંબંધીત રણનીતિ ઉપર ,ચર્ચા થઈ હતી. બેઠકમાં ,સ્થિતિનું મુલ્યાંકન કરતા , તેના નિવારણ ના ,ઉપાય ઉપર ,ચર્ચા કરાઈ હતી. સરકારે ,સામાજીક કાર્યક્રમો માટે , એક માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે ,યુરોપીય દેશ ઉપરાંત ,તુર્કી, અને બ્રિટન થી આવનાર ,પ્રવાસીના પ્રવેશ ઉપર , 18 થી 31 માર્ચ સુધી ,પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત ,સરકારે, અફઘાનિસ્તાન, ફિલીપાઇન્સ ,અને મલેશિયા થી ,ભારત આવનાર યાત્રિકો ની ,યાત્રા, તાત્કાલિક અસર થી ,પ્રતિબંધિત કરી છે
