Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભાના અધ્યક્ષ વેકૈંયા નાયડુએ આજે સંસદભવનમાં પ્રવેશતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરાવ્યું.

Live TV

X
  • રાજ્યસભાના અધ્યક્ષ વેકૈંયા નાયડુએ આજે સંસદભવનમાં પોતાના ઓરડામાં પ્રવેશતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરાવ્યું. આ પગલું કોરોના વાયરસને રોકવા માટે અગમચેતીના ભાગરૂપે ભરવામાં આવ્યું છે.

    રાજ્યસભાના અધ્યક્ષ વેકૈંયા નાયડુએ આજે સંસદભવનમાં પોતાના ઓરડામાં પ્રવેશતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરાવ્યું. આ પગલું કોરોના વાયરસને રોકવા માટે અગમચેતીના ભાગરૂપે ભરવામાં આવ્યું છે. સંસદભવન, વહિવટીતંત્ર, લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી જોનાર મુલાકાતીઓના પાસ ઈસ્યૂ કાર્ય બંધ કરાયું છે. રાજ્યસભામાં અધ્યક્ષે થર્મલ સ્ક્રિનિંગ કરાવી જાગૃતતા સંદેશમાં લોકોને સતર્ક રહેવા પરંતુ ભયભીત ન થવા જણાવ્યું હતું. લોકસભામાં આજે પ્રશ્નોતરી કાળ સુચારૂરૂપથી ચાલ્યું હતું. લોકસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ભારત સરકાર BSNLને સુધારવા વચનબદ્ધ છે, જે કર્મચારીઓએ સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ પસંદ કરી છે તેમનું ધ્યાન રાખવામાં આવશે અને તેમને નિયમ અનુસાર રકમની ચુકવણી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply