દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,251ને પાર થઇ
Live TV
-
દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપતાં કહ્યું કે, દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા કુલ 1,251ને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 32 લોકોના મૃત્યુ થયા છે.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપતાં કહ્યું કે, દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા કુલ 1,251ને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 32 લોકોના મૃત્યુ થયા છે. અને 101 સંક્રમિત દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, વિકસીત દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછુ છે. ભારત હજુ પણ સ્થાનિક ટ્રાન્સમિશનના સ્ટેજમાં છે. હજુ સુધી કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી. તો સાથે જ હજુ પણ સંક્રમણમાં ઘટાડો કરવા માટે જનતાને સહયોગની અપીલ કરી છે. તમામ દેશવાસીઓને સરકારના નિર્દેશોનું પાલન કરવા જણાવ્યું છે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે દેશવાસીઓને કહ્યું છે કે સંકટના આ સમયમાં ગભરાવાની નહીં પરંતુ જાગૃત રહેવાની જરૂરત છે
