દેશમાં કોવિડ-19થી સાજા થવાનો દર વધીને 60 ટકાથી ઉપર પહોંચ્યો
Live TV
-
મંગળવારે દેશમાં 18,653 કેસ નોંધાયા જ્યારે 507 લોકોના મૃત્યુ થયા
દેશમાં કોવિડ-19થી સાજા થવાનો દર વધીને 60 ટકાથી ઉપર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 18 હજાર 256 દર્દીઓ સ્વસ્થ થયા છે...આમ દેશમાં કુલ 3 લાખ 47 હજાર 978 લોકો , કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. હાલ 2 લાખ ,20 હજાર 114 સક્રીય સંક્રમિત કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં સંક્રમણના કુલ 5 લાખ 85 હજારથી વધુ કેસ નોંધાઈ ચુક્યાં છે...છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 4 હજાર 878 કેસ નોંધાયા હતા...જેમાં 245નાં મૃત્યુ થયા હતા... જ્યારે 1,951 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતાં...તમિલનાડુમાં 3 હજાર 943 અને દિલ્હીમાં કોરોના સંક્રમણના 2 હજાર 199 કેસ નોંધાયા હતાં. આ ઉપરાંત કર્ણાટકમાં 947, તેલંગાણામાં, 945 કેસ નોંધાયા હતાં. છેલ્લા 24 કલાકમાં દેશમાં 506 દર્દીના મૃત્યુ સાથે અત્યાર સુધીમાં કુલ 17 હજાર 410 લોકોએ જીવ ગુમાવ્યો છે...
દેશમાં કોરોનાથી 24 કલાકમાં 507 લોકોનાં મોત થયા છે. જ્યારે 18.653 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.. આરોગ્ય વિભાગે આજે સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ દેશમાં કોરોનાના કુલ 5,85,493 કેસ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધી કોરોનાથી 17,400 લોકોના મોત થયા છે. તો આ તરફ 3,47 લાખ દર્દી કોરોનાને માત આપી સાજા થયા છે. હાલ દેશમાં કોરોનાના 2,20 લાખ એક્ટિવ કેસ છે. 30 જૂન સુધી દેશમાં કોરોનાના 86,26,585 ટેસ્ટ કરાયા હતા. જ્યારે 30 જુને દેશમાં કોરોનાના 2,17,931 ટેસ્ટ કરવામાં આવ્યા હતા..
