Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોવિડ-19ના સક્રિય સંક્રમણના 1543 કેસ, અત્યાર સુધી 53 લોકોનાં મોત

Live TV

X
  • દેશમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ ગંભીર બની રહી છે. સમગ્ર દેશમાં કોવિડ-19ના સક્રિય સંક્રમણ કેસ 1543 છે. કોરોના વાયરસથી સંક્રમિત 155 લોકો સ્વસ્થથતાં તેમને રજા આપવામાં આવી છે. જ્યારે કે 53 લોકોનાં મોત થયા છે. સરકાર સતત લોકોને અપીલ કરી રહી છે કે તેઓ લોકડાઉનના નિર્દેશોનું પાલન કરે અને પોતાના ઘરોમાં જ રહે. જેથી કરીને કોરોના વાયરસની સંક્રમણની ચેનને તોડી શકાય. 

    રાજ્યવાર વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આજે નવા 23 સંક્રમિત કેસ સાથે સંક્રમિત સંખ્યા 274 થઈ છે. જેમાં 12 લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશમાં આજે નવા 43 કેસ સંક્રમિત કેસ સાથે કન્ફમ કેસ 87 થયા છે. રાજસ્થાનમાં 13 નવા કેસની સાથે સક્રિય કેસોની સંખ્યા 103 થઇ છે. કેરળ અને તામિલનાડુમાં અનુક્રમે 215 , 117 સક્રિય કેસ છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 24 શ્રેણીના મેડીકલ ઉપકરણોને આવશ્યક દવાઓની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે, કોઈ પણ ઉત્પાદક આ ઉપકરણોનો ભાવ પાછલા એક વર્ષના ભાવમાં 10 ટકા સુધી જ વધારી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply