દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3.57 લાખ કેસ નોંધાયા
Live TV
-
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 57 હજાર 229 નવા કેસ નોંધાયા છે. સામે 3 લાખ 20 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 57 હજાર 229 નવા કેસ નોંધાયા છે. સામે 3 લાખ 20 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે. જ્યારે 3 હજાર 449 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોના સામે ચાલી રહેલા જંગ વચ્ચે રસીકરણ પ્રક્રીયાને ઝડપી કરવાના પ્રયાસો પણ ચાલુ છે. દેશમાં ચાલતા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 15 કરોડ 88 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
ભારત: Covid-19 અપડેટ (4-5-2021, 8:00 AM સુધી)
➡ દેશમાં ગઇકાલે 24 કલાકમાં કોરોનાના 3,57,229 નવા કેસ
➡ 24 કલાકમાં 3,449 ના મૃત્યુ; કુલ 2,22,408 ના મૃત્યુ
➡ દેશમાં કોરોનાના 2,02,82,833 કુલ કેસ
➡ 24 કલાકમાં દેશમાં 3,20,289 દર્દી સાજા થયા
➡ કુલ 1,66,13,292 સ્વસ્થ, 34,47,133 સક્રિય કેસ
➡દેશમાં 24 કલાકમાં કોરોનાના 16,63,742 ટેસ્ટ કરાયા
➡દેશમાં અત્યાર સુધી કુલ 29,33,10,779 ટેસ્ટ કરાયા
➡ દેશમાં અત્યાર સુધી 15,89,32,921 લોકોને રસી અપાઈ
➡ છેલ્લા 24 કલાકમાં 17,08,390 લોકોને કોરોનાની રસી અપાઈ
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સૌથી વધુ કેસ નોંઘાયા
