Skip to main content
Settings Settings for Dark

પ.બંગાળમાં વિરોધપક્ષના કાર્યકરો પર હુમલાની ઘટના પર ગૃહ મંત્રાલયે માંગ્યો અહેવાલ

Live TV

X
  • પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી વિરોધ પક્ષના કાર્યકરો પર હુમલા થઇ રહ્યા હોવાના સંદર્ભમાં ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી અહેવાલ માંગ્યો છે. મત ગણતરી પુરી થયા પછી રાજ્યમાં હિંસાની અનેક ઘટના ઘટી હતી. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે , કે વિરોધ પક્ષના કાર્યકરો પર થયેલા હુમલા અંગે રાજ્ય સરકાર પુરેપુરી માહિતી આપે.

    પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી વિરોધ  પક્ષના કાર્યકરો પર હુમલા થઇ રહ્યા હોવાના સંદર્ભમાં ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી અહેવાલ માંગ્યો છે. મત  ગણતરી પુરી થયા પછી રાજ્યમાં હિંસાની અનેક ઘટના ઘટી હતી. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે , કે વિરોધ  પક્ષના કાર્યકરો પર થયેલા હુમલા અંગે રાજ્ય સરકાર પુરેપુરી માહિતી આપે.  રાજ્યમાં ચૂંટણી સંપન્ન થયા પછી સર્જાઇ રહેલી હિંસક ઘટનાઓનાં માત્ર 24 કલાકમાં  9 લોકોના મૃત્યુ નિપજ્યા છે. પશ્ચિમ બંગાળમાં પોતાના કાર્યકર્તા વિરૂદ્ધ થઇ રહેલી હિંસા સામે વિરોધ નોંધાવવા   ભાજપ એ  આવતીકાલે રાષ્ટ્રવ્યાપી ધરણાની જાહેરાત કરી છે.  ભાજપે જણાવ્યું છે, કે સંગઠનના કાર્યકર્તા દ્વારા થનાર વિરોધ દેખાવો દરમિયાન કોવિડ સંક્રમણથી બચાવના તમામ ઉપાયોનું પાલન કરવામાં આવશે. સ્થિતીને જોતાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે બંગાળ જઇ રહ્યા છે. નડ્ડા હિંસા પીડિત કાર્યકરોના પરિવારજનોને મળશે. ભાજપે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના અપરાધિક તત્વોએ વિધાનસભા પરિણામ આવ્યા પછી પક્ષના કાર્યકર્તા અને સમર્થકો સામે હુમલા શરૂ કરી દીધા છે. મમતા બેનરજી આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. પક્ષના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો ગુરૂવારે શપથ લેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply