ધર્માદા સંગઠનોને ઝડપથી મંજૂરી આપવા નાણામંત્રીની સુચના
Live TV
-
નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે દેશમાં પ્રવર્તી રહેલી કોવિડ-19ની સ્થિતીની સમીક્ષા કરી હતી. તેમણે ધર્માદા સંગઠનોને મંજૂરી આપવાની કામગીરી ઝડપી કરવા સુચના આપી હતી
નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે દેશમાં પ્રવર્તી રહેલી કોવિડ-19ની સ્થિતીની સમીક્ષા કરી હતી. તેમણે ધર્માદા સંગઠનોને મંજૂરી આપવાની કામગીરી ઝડપી કરવા સુચના આપી હતી. તે દરમિયાન મહેસૂલ સચિવ તરૂણ બજાજે સીબીઆઇસીના અધ્યક્ષ અજીત કુમાર સાથે એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવો સાથે પણ વાતચીત કરી હતી. મહેસૂલ સચિવે સર્વેને કોવિડ રાહત સામગ્રી પર કસ્ટમ ડ્યુટીમાં આપવામાં આવેલી રાહતથી વાકેફ કર્યા હતા. તેમણે આ છુટછાટનો લાભ લેવા અધિકારીઓને જણાવ્યું હતું.
