Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,15,735 નવા કોરોના કેસ, 2104 દર્દીઓનાં મોત

Live TV

X
  • હાલ કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના કેસના રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે ત્યારે આજે નવા કેસનો આંકડો 3,15,735 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2101 દર્દીઓનાં મોત થયાં છે. આ સાથે દેશમાં કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 22,91,428 પર પહોંચી છે.

    દેશમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણના પ્રકોપે અનેક રાજ્યોની ચિંતા વધારી છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણનો આંક 3 લાખને પાર થયો છે. એક જ દિવસમાં કોરોનાના અધધ 3,15,735 કેસ નોંધાયા છે, જ્યારે 2101 દર્દીઓનાં મૃત્યું થયાં છે. બીજી તરફ 1,79,407 દર્દીઓ સ્વસ્થ થયાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67,468 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં 33,106. દિલ્હીમાં 24,638 કેસ, કર્ણાટકમાં 23,558 નવા કેસ નોંધાયા છે. જ્યારે કેરળમાં 22,414 કેસ, છત્તિસગઢમાં 14,019 કેસ, રાજસ્થાનમાં 14,622 કેસ અને પશ્ચિમબંગાળમાં 10,784 કેસ નોંધાયા છે.

    દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ વચ્ચે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, વેકસીનેશનમાં ભારત નંબર વન નંબર પર છે. જોકે ચિંતનો વિષય એ છે કે, 146 જિલ્લામાં જ્યાં પોઝીટીવ કેસનો દર 15 ટકાથી વધુ છે. જે રાજ્યોમાં વધુ હાલત ખરાબ છે ત્યાં ઓકસીજન તેમજ બેડની વ્યવસ્થા વધારવાની કામગીરી ચાલુ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply